જાને તુ મેરા ક્યાં હૈ.... રાગ ભૈરવી...

આ ગીતને ઘણી વખત સંભાળ્યું છે.... "જાને તુ.... યા જાને ના.." 2008 માં આવેલી... મને યાદ છે... ત્યારે હું પત્ની સાથે સેવન સ્કય મા જોવા ગયેલો... એના ગીતો મને ગમતા... એટલે એના કારણે મને એ ફિલ્મ નાં ગીતો theatre માં સંભાળવા હતા...

બધા ગીત બહુ મસ્ત છે..... "કભી કભી અદિતિ..." વારું ગીત વાગ્યું અને અમારી આગળ છોકરી ઓનું ગ્રુપ હતું અને એ લોકો ગીતને ગાઈ ને એન્જોય કરી રહ્યા હતા...

પણ "જાને તુ મેરા ક્યાં હૈ...." કંઇક અલગ ગીત છે... આજે કીબોર્ડ પર વગાડતા લાગ્યું કે રાગ ભૈરવી છે.... જગજિત સિંહ ની ભૈરવી ન સમજાય અને આ ARR ની ભૈરવી પણ ન સમજાય એવી.

Generally ભૈરવી રોમેન્ટિક ગીતો માં જોવા મળે. જ્યારે આ રાગની ઉપયોગ આવા દુઃખી, ગમગીન ગીતોમાં થાય... ત્યારે મને એ વિચારતો કરી મૂકે છે.... સંગીત અને રાગો મને નથી સમજતા.... અને આ ન સમજાય એ જ આકર્ષણ છે.... હું રાગો સોધ્યા કરું છું....! એ શોધવાની મજા છે... અને ક્યારેક ખબર પડી જાય તો મજા આવે!!!!

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો