ફિલ્મ: મુક્કાબાઝ, "બહોત દુઃખા મન" રાગ પુરિયા ધનાશ્રી

YouTube પર ફ્રી છે, ગઈ કાલે જોઈ. 2018 માં આવી હતી. ઓછી જાણીતી ફિલ્મ છે. બહુ સરસ છે. જિમ્મી શેરગીલ એ YAHAAN મસ્ત ભૂમિકા માં છે. રોમેન્ટિક અને ફોજી. જ્યારે આ ફિલ્મ માં એકદમ અલગ અને નેગેટિવ રોલ માં છે. UP નાં ગુંડા નાં રોલ માં! ફિલ્મ નો હીરો છે વિનીત કુમાર.... બોક્સર.. બહુ મસ્ત એક્ટિંગ છે! સરસ સ્ટોરી છે..... સરસ અને મુશ્કેલ લવ સ્ટોરી છે. છોકરી "ગુંગી" છે પણ એક પણ શબ્દ બોલ્યા વગર મસ્ત એક્ટિંગ કરી છે. ડિરેક્ટર અનુરાગ કશ્યપ છે, જેણે બહુ મસ્ત ફિલ્મ બનાવી છે!

આ ફિલ્મ માં એક બહુ દુઃખદ situatuon આવે છે.... પતિને ગુંડા ઓએ માર્યું છે..... એ માંડ હોસ્પિટલમાંથી ઊભો થયો છે... ખબર પડે છે... એની પત્નીને ગુંડાઓ ઉપાડી ગયા છે.... ક્યાં લઇ ગયા છે એ ખબર નથી... હવે ગોતવું ક્યાં? પતિ, પત્નીને બહું પ્રેમ કરે છે, એટલે કંઇ પણ વિચાર્યા વગર પત્નીનો ફોટો લઈ ગામમાં નીકળી પડે છે! પત્ની ગુમ થયેલ છે એના પોસ્ટર બજાર માં લગાવે છે! 

બહુ દુઃખદ situation માં ગીત અને એવા જ દર્દ ભર્યા શબ્દો.... સંગીત કારે આ બધી વસ્તુ ધ્યાન માં રાખી... "રાગ પુરિયા ધનાશ્રિ" પર આધારિત બહુ મસ્ત ગીત બનાવ્યું છે....

આ ગીત વાગતું હોય, અને તમે ફિલ્મ જોતા હો... એ તમે મહેસૂસ કરી શકતો..... એ પાત્રો નાં દુઃખ તમે સમજી શકો.... તમારો હૃદય હચમચી જાય... આંખો ભીની થાય!

અને રાગ પુરિયા ધાનાશ્રી... બહુ અસરકારક રાગ છે.... બસ જાણે તમે એમાં ખોવાઈ જાવ....

અદભૂત! વાહ!

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો