મારું મન મોર બની "થનગાટ" કરે.... !
"થનગાટ" આપણી ભાષાનો કેટલો "જોશીલો" શબ્દ છે! જ્યારે વાતાવરણ મસ્ત હોય ત્યારે એને મન થાય તો મોર પોતાના રંગ બે રંગી પીંછા ને ફેલાવી કળા કરે! બસ આ મોર ની વિશેષતા...! જે કોઈ બીજા પક્ષી પાસે નથી. "રાષ્ટ્રીય" પક્ષીનું સન્માન એમને એમ નથી મળ્યું!
ગઈ કાલના પ્રવાસ માં જો સૌથી વધારે મજા આવી હોય, તો એ "થનગનાટ" ની. બસમાં નાચવાની.... એ લોકોને સંગાથ, એ ડાંસ ગીતો અને.... નાચો... નાચો...નાચો...
રોજ બ રોજ તો મન ઓફિસ કામ અને બીજી દુનિયાદારી માં રોકાયેલું હોય છે.... પણ અમુક વર્ષે અચાનક આવા પ્રવાસનું આયોજન થાય, ત્યારે આ સુષુપ્ત પડેલું મન... અચાનક "મોર" બની જાય છે.... ચહેરા પર.... રંગ ખીલી ઉઠે છે! અને આખો શરીર જાણે કોઈ દૈવી ઊર્જાથી ભરાઈ ગયું હોય... પછી શરૂ થાય છે.... "થનગનાટ"....
મારા સમયમાં પ્રાથમિક શાળામાં ત્યારે આજના સમય જેમ કોઈ annual day function ન થતા.... એટલે stage પર જતા... બોલતા.... કે જાહેર નાચતા... જુની પેઢી ને બહુ ફાવે નહિ... પણ પ્રયત્ન કરવો જોઇએ..... જેટલું થાય એનાથી થોડું વધારે..... થોડી હિંમત કરીને કૂદી પડવાનું.... મન ને થોડું છૂટી મૂકી દેવાનું... પછી જુવો એ કંઈ રીતે.... મોર બની જાય છે... અને શરૂ થાય છે... "થનગનાટ"...
બીજો કોણ કેવો છે, આપણે કેવા છીએ... લોકો આપણા વિશે શું વિચારે છે કે વિચારશે એ બધું "analysis" કરશું તો...મન ગંભીર બની જશે.... લોકોની નિંદા કરશે.... ફરિયાદ કરશે!
ક્યારેક મન ને ખુલ્લો મૂકી દેવાની જરૂર છે.... એને તક આપવાની જરૂર છે.... પછી એ બનશે મોર.... એ ચારેબાજુ વિખેરશે પોતાના "રંગ"... ચહેરા પર હશે, હાસ્ય.... અને શરીરમાં જોષથી ભરપુર, "થનગનાટ"
catharsis
"the process of expressing strong feeling, for example through plays or other artistic activities, as a way of getting rid of anger, reducing suffering, etc."
"नाटक आदि कलाओं से अभिव्यक्ति द्वारा प्रबल भावनाओं का शमन; विरेचन, भावशांति"
"થનગાટ" બેસ્ટ catharsis છે!!