में प्रेम का प्याला पी आया
2017 માં મે પ્રથમ વખત ઓશો, મહેસાણા આશ્રમ માં meditation કેમ્પ કર્યું.... 3 દિવસનું.. જેમાં અલગ અલગ ધ્યાન કરવા નાં હોય અને હોય "ડાંસ" આર્ટ ઓફ લિવિંગ નાં કોર્સે માં પણ ડાંસ હોય છે.... પણ એમાં bollywood music માં limitation હોય છે.... જ્યારે ઓશો માં થોડી વધારે છૂટ છાત હોય છે....
આવા ડાંસ માં એકલા જુમવાનું હોય, ડોલવા નું હોય.... પોતાની જગ્યા પર ઊભા ઊભા! પણ જો જોરદાર ગીત વાગે... તો પછી મન મોર બની જાય... અને પછી થાય "થનગાટ" પછી આજુબાજુ વાળા ને થોડા દૂર હટવું પડે.... !
ઓશો ટીચર મસ્ત હતા... જોરદાર નચાવતા.... ધ્યાન અને અમુક વિધિ કર્યા પછી અંદર બહુ જોશ હતો.... અને મોટા હોલ લગભગ 100+ લોકો નાચી રહ્યા હતા અને ગીત વાગ્યું... ARR નો... stereo સાઉન્ડ માં.... "મેં પ્રેમ કા પ્યાલા પી આયા.... " ઓહો શું મજા આવિતી નાચવાની....! ખતરનાક "થનગાટ" હતું!!
ગઈ કાલે, બસમાં, એ ડાંસ યાદ આવી ગયું! મજા આવી!!