ગુરુ નાનક અને શ્રી શ્રી રવિ શંકર અને "13" નો આંકડો

એક વખત હું ઓશો ને સાંભળતો હતો.... એમાં ગુરુ નાનક ની વાત આવી! ગુરુ નાનક પહેલાં એક સામાન્ય વ્યક્તિ હતા. અનાજ અને રસકસ ની દુકાન પર કામ કરતા... વજન કરીને લોકો ને અનાજ આપે....

એક વખત આજ રીતે વજન કરીને ગણતા ગણતા ગ્રાહક ને અનાજ આપતા હતા... એક, દો, તીન,... ગ્યારહ, બારહ, "તેરા". બસ... એક જ ક્ષણ માં જીવન બદલાઈ ગયું.... એ ગણત્રી માં "13" થી આગળ ન વધી શક્યા.... એમને કંઇક થયું... "સબ કુછ તેરા" .. એના પછી એ ગ્રાહક પાસેથી પૈસા ન લઈ શક્યા એને બધાને મફત માં આપવાનું શરૂ કર્યું.... સ્વાભાવિક છે કે, દુકાન નાં માલિકે એમને નોકરીમાંથી કાઢી નાખ્યાં... પણ એ ન બદલાયા.... એમની એક જ ધૂન.... "સબ કુછ તેરા (13)" એમનો "એક ઓમકાર" નો ચિન્હ પણ "13" નંબર જેવું લાગે...

શ્રી શ્રી નો જન્મ દિવસ 13 મે નાં આવે છે.... એનો જીવન મંત્ર પણ "સેવા" નો છે... એ કહે.... 13-May ને તેરા મેં, મૈં તેરા! આવી લોક સેવાં પાછળ સરસ વાર્તા અને સંયોગ હોય છે.....!

આવતી 8 તારીખે ગુરુ નાનક જયંતિ છે! એટલે આ લખ્યું... "એક ઓંકાર, સતનામ... " વારું ગીત, ભજન પણ સરસ છે!

બસ... આમ જ વાર્તા સાંભળી અને ગુરુ નાનક, શ્રી શ્રી થી પ્રેરાઈને એમના જેમ જીવનમાં એવુજ કંઇક લોક સેવાં કે આપણા મિત્રો, સહ કર્મચારી માટે કંઇક સારું કરવાનું પ્રયત્ન કર્યો....

પણ, ધોખો થઈ ગયો! તમે લોકો માટે ગમે તેટલું સારું કરો, છેવટે એ લોકો પોતાની નકારાત્મકતા નાં કારણે આપણા દુશ્મન બની જાય છે!! ઘણું ખોટું બોલે છે.... વાત છુપાવે છે, મનમાં કંઇક હોય અનેં બોલે કંઇક બીજો... નાનકડી વાતનો કે ક્યારેક આપણે કરેલા ગુસ્સો કે દુર્વ્યવહાર નેં યાદ રાખી, સમય આવે ત્યારે આપણે બરોબર નો પાઠ ભણાવે છે.... પણ આપણે કરેલી એમને મદદ, કે ભલાઈ ને એ લોકો ભૂલી જાય છે!

ત્યારે હૃદયને બહુ આઘાત લાગે છે.... લોકોનો આ અવિશ્વાસ, શંકા, અને એમને કરેલા નકારાત્મક કર્મો ને ભૂલી નથી શકતા..... ત્યારે આપણી અંદર એક યુદ્ધ ચાલુ થાય છે.... કસ્મકશ.... દ્વન્દ્વ....

એક તરફ ગુરુ નાનક, શ્રી શ્રી નો "13" અને સેવા... બીજી તરફ આવા નકારાત્મક લોકો એ આપેલો આઘાત!


Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો