મહત્વાકાંક્ષા કે પછી પ્રેમ અને કરુણા?

નાનપણથી જ, સ્કૂલ ભણતરથી માં બાપ, અજાણતા જ બાળકના મનમાં "મહત્વાકાંક્ષા" નાં બીજ રોપી દે છે.... તું ભણીશ તો સારી નોકરી કે ધંધો કરી શકીશ.... પરંતુ વસ્તી વધારે છે અને કોલેજ એને યુનિવર્સિટી ની સીટો ઓછી...  બધા ને એ લાભ અને તક ન મળે.... ભણ્યા પછી નોકરીની જગ્યા પણ ઓછી.... બધાને ધાર્યા પ્રમાણે નોકરી ન મળે.. એટલે પછી એક ખતરનાક "સ્પર્ધા" શરૂ થાય છે.... જે કોઈ ને કોઈ કારણસર વૃદ્ધ થવા સુધી ચાલે છે...  લોકો એક બીજા સાથે સરખાવે છે...  નોકરી, પોસ્ટ, પગાર, ફોર વ્હીલર, બંગલો વગેરે..... આ બધું મેળવવું અને એના સપના જોવા, એના પાછળ દોડવું એટલે "મહત્વાકાંક્ષા". આ "મહત્વાકાંક્ષા" એકદમ સ્વાર્થી મનોવૃત્તિ છે.વ્યક્તિ માત્ર પોતાના લાભ અને ભવિષ્યની ચિંતા કરે છે.... એના થી વિસ્તાર કરીએ તો એ માત્ર પોતાના કુટુબ પૂરતું સીમિત રહે... પણ રોજ બ રોજ મળતા, કે ઓળખીતા, કે સહકર્મી વિશે વ્યક્તિ વિચારતો કે કંઇક કરવાની ભાવના રાખતો નથી.

બીજા વિશે સારું વિચારવું, બીજાને આગળ વધવામાં મદદ કરવી, પોતાનાં જ્ઞાન ને વહેચવું, બીજાના દુઃખની વાતોને સાંભળવી અને સાંત્વના આપવી એ બધું અને એનાથી વધારે એટલે પ્રેમ અને કરુણા... પહેલા પ્રેમ આવે.. એનાથી એક ડગલું આગળ એટલે કરુણા... જ્યાં "મહત્વાકાંક્ષા" હોય ત્યાં "સ્પર્ધા" હોય એટલે "પ્રેમ" અને "કરુણા" ન હોય શકે......

જ્યાં પ્રેમ અને કરુણા છે.... એમાં logic બહારની વસ્તુ પણ હોય છે... વ્યહવાર બહારની વસ્તુ પણ હોય છે.... ઘણીવાર વ્યક્તિ પોતાનું સુખ અને ફાયદો જતું કરીને બીજા ને મદદ કરે છે.... એ પ્રેમ અને કરુણા... હોટ સ્ટાર પર આવતી "રાધા કૃષ્ણ" સીરિયલ મને પસંદ છે... એમાં પ્રેમ અને કરુણા નો સંદેશ છે.. રાધાકૃષ્ણ નો જીવન એટલે પ્રેમ અને કરુણા....

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો