રંગ... બેરંગી....🎨🖌️🖍️🌈✨🖱️🖲️🖥️

રંગ.... ગુજરાતીનો આ શબ્દ, એના પર "અનુસ્વાર" લાગતો હોવાથી, વધારે "મીઠો" લાગે છે..... જ્યારે અંગ્રેજીનો "Colour (UK English) and Color (US English)" ફિક્કો લાગે છે... spelling માં હંમેશા confusion રહે કે કયો use કરવો! જ્યારે... "રંગ" બોલવાથી પણ આપણો ચહેરો જાણે રંગોથી રંગાઈ જાય એવો સરસ શબ્દ છે.....!

નાનપણ માં આપણે સૌને કાર્ટૂન ફિલ્મ ગમતી.... કારણકે એમાં "રંગો" ઘણાં હોય! આપણે આ પૃથ્વી પર આવીએ... ત્યારે નાનપણ થી જ આજુબાજુ આપણે બધી વસ્તુ જોતા રહીએ.... આશ્ચર્ય સાથે... વિવિધ "રંગો" ની દુનિયા!

ઘણાં વર્ષો પછી હમણાં computer નાં ગ્રાફિક્સ સોફ્ટવેર પર કામ કર્યું! Adobe Illustrator... એમાં મજા આવે! કારણ? "રંગ" હું અલગ અલગ રંગો સાથે રમત કરતો હોઉં! મજા આવે રંગો સાથે રમવાની! ઓફિસમાં Excel માં formulas ને calculation હોય! બીજા ટેકનોલોજીનાં કામોમાં ટેકનિકલ વસ્તુ હોય.... પણ હું તો "ક્લા" પ્રિય વ્યક્તિ....! એટલે મને તો ગમે... સંગીત અને રંગ... મેં computer ને પણ એક મારા "શોખ" અને કલાનાં સાધન તરીકે ઉપયોગ કર્યો છે....! રંગ બે રંગી દુનિયા!

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો