બસમાં પણ આરક્ષણ...!
"આરક્ષણ" બહુ ખરાબ વસ્તુ છે .... સમાજ માં દરેક સ્તરે... શિક્ષણ થી લઇ નોકરી અને એનાથી આગળ...
હું VD હાઈસ્કૂલ થી બસ માં ચડું. અહી મારી બાજુની સીટમાં કોઈ એ બીજા માટે જગ્યા રાખી છે... મતલબ "આરક્ષણ" કરી નાખ્યું છે.... જયુબિલી સુધી બસ આખી પેક થઈ ગઈ! બધા લોકોને અંજાર, આદિપુર, કે ગાંધીધામ દૂર જવું હોય એટલે એક થી બે કલાક ઊભા રહેવામાં થકી જવાય. બધાને સીટ જોઈએ.
બધા બસ માં ચડે એટલે પૂછે.... આ જગ્યા ખાલી છે? જેણે જગ્યા રાખી છે, એ કહે અહી એક આવે છે! એટલે બીજા પેસેન્જર બિચારા નિરાશ થઈને ઊભો રહે... એક ભાઈને જગ્યા ન મળી એટલે, ઉતરી ગયા....
જે સમયસર આગળથી ચડી ગયા એ ઊભા છે, અને જે પાછળથી ચડશે એને જગ્યા મળશે! આ તો અન્યાય છે... એને આવાં બીજા નાના નાના અન્યાય અને અસંતોષ થી લોકો મનમાં જ ગુસ્સો કરી લે છે.... એના માટે ફરિયાદ કરવાનો કે ન્યાય મેળવવાનો કોઈ ઉપાય નથી.... દુનિયા આવી જ છે! નિસ્તથુર! બીજા લોકો વિશે ક્યાંય કોઈ વિચારે છે! પોતાનો લાભ અને સ્વાર્થ જોઈ લો, બીજા લોકો પોતાનું જોઈ લેશે! બીજા ભલે ઊભા, આપણા માણસને જગ્યા મળવી જોઈએ! હું સ્પેશિયલ, મારા સગા સબંધી, મિત્રો સ્પેશિયલ! એને બીજાં લોકો? એને આપણે જ્યાં લેવા દેવા...!