અનંત મહારાજ અને નૂતન બેન (આઇય નગર)
*અનંત મહારાજ* (આઇય નગર)
અમારા આઇયાં નગરના પૂજારી લગભગ 3 વર્ષ પહેલા ગુજરી ગયા. મોટી ઉંમર લગભગ 75+ હશે. હસમુખો સ્વભાવ. એમણે મંદિરમાં સુવિચાર લખી શકાય એ માટે એક બ્લેક બોર્ડ બનાવ્યો. રોજ સવારે સુવિચાર લખે. મંદિરમાં સેવા કરતાં કરતાં ભજનો ગાતા હોય. પોતાની મોજમાં હોય. હું એમને "જય શ્રીકૃષ્ણ" કહું તો એ મને કહે... "હો.. જય શ્રીકૃષ્ણ... પ્રભુ...!" એમના ઉત્સાહ, અને ચહેરાને જોઈને જોશ આવી જાય! શેરી માંથી આવજા કરે તો એક જોશ, સંતોષ અને આનંદથી ભરપૂર વ્યક્તિત્વ...! મને આવા લોકો ગમે, એમનાથી હું પ્રભાવિત થઈ જવું.
આવા લોકો મને ક્યારે "માપ્યો" નથી કે મારી ઔકાત શું? મારા નામની પણ એમને ખબર નહિ હોય... હું શું કામ કરું છું, કેટલો ભણ્યો, કેટલો પગાર, શું હોદો... કંઈ જ નહિ.... બસ! ચહેરા પર સ્મિત સાથે બોલાવે... ! એની મજા...
*નૂતન બેન* (આઈય નગર)
લગભગ 65 આજુબાજુના અમારી બાજુમાં રહેતા, થોડાં જાડા, હાલવા માં તકલીફ પડે, એવા અનંત મહારાજ જેવા હસમુખા બહેન.. શેરીમાંથી પસાર થતાં, દરેકને પ્રેમથી "જય શ્રીકૃષ્ણ" કહે... આદિ આવડી વાતો કરે... મજા આવે... એમણે પણ મારો નામ, કામ, પગાર, કંઈ ખબર નહિ હોય..... મારી બાઈક એમના ઘરની સામે હોય એટલે ક્યારેક મળે અને વાતો કરે.... એ કોઈ વ્યક્તિને judge નાં કરે.... ! બસ એ જ મને ગમે!
સમાજ આવો હોવો જોઈએ...! એકબીજાને પ્રેમથી બોલાવે! શું નામ, શું અટક, શું નોકરી, શું હોદો, શું પગાર, ટુ વ્હીલર, ફોર વ્હીલરથી તમને માપે નહિ..!