બસ, એક ચિનગારી અને, ધડામ💣💥

બસ માં પેસેન્જર, બીજા પેસેન્જર સાથે અને કંડકટર અને પેસેન્જર વચ્ચે ઘણી વખત મગજમારી થાય....

આખા રસ્તે કંડકટર... પાછળ હાલો, પાછળ હાલો, ડબલ લાઈન કરો... પેલે ઘેટાં બકરાં જેમ ભરે, પછી ઉતારવા વખતે, બધા ફસાઈ જાય! પછી કે ઉતારવા વડાને જગ્યા આપજો ... ડબલ લાઈન માં નીકળવું કંઈ રીતે? એને અમુક હોય પાછા જાડા! એકબીજામાં ધક્કા મુકીમાં માંડ નીકળે...

અને પછી થાય બોલાચાલી અને મગજમારી! અને એમાયે દરેક જણ જિંદગીના સંઘર્ષથી, તકલીફોથી થાકેલી હોય, કંટાળેલી હોય, એટલે ક્યાંક એ ગુસ્સો નીકળી જાય...

જાણે, એક, વ્યક્તિ એક ફટાકડો થઈ ગયેલી હોય..  બસ, એક ચિનગારી અને, ધડામ💣💥

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો