અભિમાન - ઈર્ષ્યાની ભાવનાને સરસ રીતે દર્શાવતી ફિલ્મ

પતિ અને પત્નીનું બહુ સરસ પ્રેમ.... બધું બરોબર ચાલતું હોય છે. પતિ એક ખ્યાતનામ ગાયક હોય છે. પતિ, પત્નીને ગાવાનું કહે છે અને એને આગળ લઈ આવે છે.

પણ, પત્નીની ખ્યાતિ વધતી જાય છે, એવોર્ડ્સ મળ્યા જાય છે. પતિની value ઘટતી જાય છે.... પતિ ઉદાસ થઈ જાય છે. એના મનમાં પ્રેમની જગ્યા એ નકારાત્મક લાગણી પ્રવેશી જાય છે.

ઇર્ષ્યા: જ્યાં તમે બીજાની પ્રગતિ જોઈ નથી શકતા. એ બીજું તમારું કોઈ સગુ પણ હોય! એક બળતરા માણસને ખાઈ જાય છે. અને એ નફરતમાં પરિણામે છે. એ નફરતનો શિકાર પોતાનો જ કોઈ વ્યક્તિ બને છે.

આ લાગણીને બહુ જ સરસ રીતે દર્શાવ્યો છે આ ફિલ્મમાં. ગીતો પણ બહુ સરસ છે. શબ્દો અને સંગીત, બને.

શોલે, મીલી અને અભિમાન આ ત્રણે ફિલ્મમાં જયા બચનની એક્ટિંગ છે. એ જે ઉદાસી અને ગમગીની દર્શાવી છે એ લાજવાબ છે.

મને લાગે છે કે એક ટીમવર્ક માટે પણ આ "ઇર્ષ્યા" બહુ ખતરનાક છે. જ્યારે કોઈ એક ટીમ મેમ્બર બીજા મેમ્બર અથવા લીડરની પ્રગતિ નથી જોઈ શકતો, ત્યારે બહુ પ્રોબ્લેમ થાય છે. "ઇર્ષ્યા" એક આગ છે. એ જે કરે છે એને બાડે છે ને બીજાને પણ!

પ્રેમ એનાથી ઉલટું! જેમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને આગળ લાઈંજય છે. બીજાની ખુશીમાં એની ખુશી. બલ્કે એ પોતાનો ફાયદો પણ જતો કરવાં તૈયાર થઈ જાય છે.

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો