રોટી, કપડાં, મકાન અને ?
બસમાં, બાજુમાં એક છોકરી બેઠી છે. ઉંમર લગભગ 15 વર્ષ હશે... થેલી માંથી એક ચોકલેટ કાઢી અને બીજા કોઈ જુવે નહિ એમ ચૂપચાપ પ્રેમથી ખાધી..! હું મનમાં હસ્યો..... મે વિચાર્યુ, કેટલી નાની અને નિર્દોષ છે.....
થોડી વાર પછી, સ્માર્ટ ફોન હાથમાં લીધું... પછી વોટ્સએપ ચાલુ કર્યું... મેસેજ જોયા, પછી ગેમ ચાલુ કરી 😐😶🤔
હજી હમણાં તો એક નાની છોકરી જેમ ચોકલેટ ખાધી હતી.. એ નાનપણ, એ મજા.... અને હવે.... પછી આગળનું વાક્ય યાદ આવ્યું... રોટી, કપડાં, મકાન અને વોટ્સએપ કે બીજું ઉમેરીએ તો મોબાઈલ, સોશિયલ મીડિયા, ઈન્ટરનેટ વગેરે.... પણ એમાં જો ફસાઈ જઈએ તો રોટી, કપડાં અને મકાન જોખમમાં આવી જાય! એમાંથી ધ્યાન હટી જાય....
રોટી, કપડાં, મકાન અને નાનપણ, નિર્દોષતા, તોફાન, રમવાનું, મજા, ચોકલેટ, ડાંસ, સંગીત, એ બધું બરોબર.... આ વોટ્સએપમાં બહુ પાડવા જેવું નથી... ! લોકો જેવા વોટ્સએપમાં દેખાય છે એવા હોતા નથી! ઘણી ભ્રમક્તા છે, એ અનુભવે અને ઠોકર લાગ્યા પછી સમજાય છે! 😀