હર ઘર તિરંગા.... એક જોરદાર અભિયાન
15 ઓગસ્ટ દર વર્ષે આવે છે ને હલી જાય છે... એની ઉજવણી એ માત્ર અમુક પોલીસ ગ્રાઉન્ડ, સરકારી વસાહત અને સ્કૂલ પૂર્તિ સીમિત હતી.... સામાન્ય નાગરિકને એની કોઈ પડી ન હતી .. આ દિવસે આપણે છાપાંઓ અને ટીવી સમાચારમાં એના વિશેના સમાચાર જોતા... અને હવે તો Whatsapp નો ક્રેઝ છે એટલે, માણસો સવારેં બેડમાં ઊભા થતા પહેલા અડધી નીંદરમાં જ શુભકામનાઓના મેસજીસ ફોરવર્ડ કરી દે છે! બસ પુરું....!
આ વખતની વાત જ અલગ છે.... આ વખતે હર ઘર તિરંગા અભિયાને ખરેખર દેશપ્રેમની જ્વાળા આપણા સૌ કોઇનામાં જગાવી દીધી છે... માત્ર એક દિવસ નહિ, પણ 3 દિવસ.... ઘર, ઓફિસ, મંદિર, દુકાન, જાહેર બાગ, ડેમ બધી જ જગ્યા એ તિરંગા જ તિરંગા..! જ્યાં જુવો ત્યાં તિરંગા... એ અલગ જ ફિલિંગ આપે છે.... અને આપણાંમાં દેશ ભાવના, દેશ પ્રેમ ને જગાડે છે.., આપણે તિરંગો લગાવીએ તો પાડોશીને પણ તિરંગો લગાવવાનો મન થાય...
આ બહુ જ કંઇક નવું આઈડિયા, નવું સાહસ, આખા દેશને હલાવી નાખે, લોકોને ઊંઘમાંથી જગાવી દે એવું અભિયાન છે..... જે અત્યાર સુધી કોઈ સરકારે નથી કર્યું.... એના માટે કોઈપણ રાજનીતિક હેતુ વગર સરકાર અભિનંદન ને પાત્ર છે.... વાહ! શું કામ કર્યું છે... આવી દેશપ્રેમની ભાવના એનાથી પેલાં ક્યારે નથી થઈ....!
અમારું આઈયા નગરનું મંદિર આજે તિરાંગાથી સુશોભિત છે