લકડી કી કાઠી....

હમણાં બસમાં એક બાળક રડી રહ્યું હતું. એની મમ્મી એને ચૂપ કરવા માટે મોબાઈલમાં એક ગીત ચાલુ કર્યું.... લકડી કી કાઠી....બાળક ચૂપ થઇ ગયું.

* મમ્મીને એ ગીતથી કોઈ મતલબ ન હતું કે કઈ ફિલ્મ નું છે, કોણ સંગીતકાર છે વગેરે. એનો મતલબ બાળક શાંત થઇ જાય એ જ હતું.

* નાના બાળક ને તો બીજું શું હોય? કૈંક સ્ક્રીન પર દેખાય, અને અવાજ આવે એટલે એમાં ખોવાઈ જાય અને રોવાનું ભૂલી જાય.

* અને ત્રીજો હું. મેં યાદ કરી માસુમ ફિલ્મ અને એના સંગીતકાર આર.ડી.ને. પછી એ ગીતને માણ્યું! અને નક્કી કર્યું ઘરે જઈને વગાડું તો કદાચ ખબર પડે કે કયો રાગ છે!

અને હા મને ખબર પડી ગઈ કે આ તો રાગ ભૂપાલી!

બાળકોને ગાવાનું હોવાથી આર. ડી. એ સાવ સરળ ધૂન રાખી છે.

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો