ગુરુતાગ્રંથી
ઋષિ નિત્યપ્રજ્ઞા હમણાં જ 1 કે 2 વર્ષ પહેલાં કોવિડનાં કારણે મૃત્યુ પામ્યા. એ ગુજરાતી હતા અને વડોદરામાં રહેતા. એ 25+ વર્ષ આર્ટ ઓફ લિવિંગ સાથે જોડાયેલા રહ્યા. એ ભુજમાં ઘણી વખત આવ્યા છે. એકાદ વખત મે એમને ભુજમાં રૂબરૂ સાંભળ્યા છે. એમની YouTube ની ચેનલ પર ઘણાં વિડિયો મૂક્યા છે. એવીજ જ્ઞાનની સરિતા પરથી આ પુસ્તક એમણે પ્રકાશિત કરી છે.
અહંકાર (ego) નાં 11 જેટલા સૂક્ષ્મ પ્રકાર છે. એમાંથી પ્રથમ અને મુખ્ય પ્રકાર એટલે ગુરૂતાગ્રંથી... I am something જેવું...
જે વ્યક્તિ સુખી અને સંપન્ન હોય એમાં આ ego આવી જવાની શક્યતા બહુ છે. જેની પાસે ફોર વ્હીલર હોય એ બીજાને (ખબર છે કે એના પાસે નથી) પૂછે, તારી પાસે ફોર વ્હીલર છે? જેની પાસે મોટો અને 1+BHK વારું બંગલો હોય એ બીજાને પૂછે, તારી પાસે કેટલા BHK વારો ઘર છે? પોતાનો છે? લોન પર છે? પછી પૂછનાર વ્યક્તિ મન માં ને મનમાં ખુશ થાય.. જોયું! મારું બંગલો 1+BHK વારું... લોન વગર નો! કોઈ વ્યક્તિની નોકરી મોટી કંપનીમાં હોય અને ઘણાં વર્ષો થઈ ગયા હોય, બઢતી થઈ હોય તો મંથલી salary 1 લાખ સુધી પહોંચી ગઈ હોય... એટલે એ બીજાની સાથે સરખામણી કરે.... અને બીજાને પૂછે તારી salary કેટલી?! ખબર છે કે પોતાની salary કરતા ઓછી જ હશે!! અને પોતાને એક મજા આવે! વાહ! હું બીજા કરતા મોટો! આગળ! સફળ! મહાન! અને બીજા તુચ્છ! fail!!
એકની ગુરૂતાગ્રથી, બીજામાં લઘુતાગ્રંથિ જન્માવે છે. બીજાને પીડા પહોચાડે છે. બીજાને પીડા પહોંચાડી સુખી થવું કે આનંદિત થવું એને આસુરી આનંદ કહેવાય! એક વિલન જેવું!