English ની હાલત
મને યાદ છે થોડા વર્ષો પહેલા ઓફિસમાં કોઈ પોસ્ટ માટે મે અરજદારનો ઇન્ટરવ્યુ લીધેલું. અંગ્રેજી ચેક કરવા માટે મે કોઈ લેટર લખવાનું કીધું. અરજદારે લેટરનું ટાઇટલ પૂછ્યું, મે અમસ્તાં જ કીધું, કંઈ પણ લખો. મે કીધું લખો ટેસ્ટ.... એ ભાઈએ TEST ની જગ્યા એ લખ્યું TASTE! આવી હાલત છે!!
એક વખત ભણેલા વ્યક્તિ અને મોટી પોસ્ટ પર રહેલા વ્યક્તિ એ Excel format તૈયાર કર્યું. એમાં એક column નો ટાઇટલ એને VOTER ID ની જગ્યા WATER ID આપ્યું! બોલો હદ છે.... આ લોકો exam માં કઈ રીતે પાસ થઈ જતાં હશે? અને મોટી પોસ્ટ પર જઈને બીજાને હેરાન કરે છે! પોતાને ભલે સામાન્ય અંગ્રેજી ન આવડતી હોય, attitude હોય હિટલર જેવો!!!