સંગીત અને ઘોંઘાટ વચ્ચેનો ફરક
એક દિવસ અમારી કોલોની નાં મંદિરમાં મહા આરતી થતી હતી. પણ એ મહા આરતી અધ વચ્ચેથી મૂકીને 2 વડીલો પાછા આવી રહ્યા હતા. મે એમને વાતો કરતા સાંભળ્યા. એકે બીજાને કહ્યું આ મહા આરતી નહિ પણ "ઘોંઘાટ" છે.
હું એ શબ્દ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને મહા આરતીને સાંભળી... મંદિરની અંદરની જગ્યામાં બધાં સંગીત વગાડી શકે અને લોકો બેસી શકે એટલી મોટી જગ્યા નથી. ને એમાં વળી મોટા સ્પીકર.
અને પછી સુર, લય અને તાલ ન હોય તો એ ખાલી રાડો રાડ અને ધમાં ચકડી લાગે. એટલે એ વડીલ એ વાપરેલ શબ્દ "ઘોંઘાટ" બહુ બંધ બેસતો છે.
જ્યાં સુર, લય અને તાલ નથી એ સંગીત નહિ પણ માત્ર ઘોંઘાટ છે.
એ જ રીતે gaana app પર કેટલાય નવા ગીતો આવી રહ્યા છે, ફિલ્મી અને નોન ફિલ્મી, વધારે પડતાં રેપ અને પંજાબી શૈલી નાં... પણ એ મારી પસંદ નથી.... વેસ્ટર્ન સંગીતમાં પણ સુર, લય અને તાલ હોવું જોઈએ... જેમ કે "સદમાં" ફિલ્મના બે ગીતો... "ઓ બબુઆ...." અને "યે હવા, યે ફિઝા..." ઇલિયરજાની જોરદાર સંગીત અને આશા ભોંસલે નો જોરદાર અવાજ....