માનવીની ગરિમાનું ધોવાણ

આજે આખી દુનિયા "પર્યાવરણ" અને "પ્રદૂષણ" ને લઈને ચિંતિત છે. ઘણાં બધાં કાર્યક્રમ થતાં રહે છે. બધા દેશો અને મોટી રાજકીય વ્યક્તિ દરેક એના વિશે વાતો કરે છે.

બહારની સ્થૂળ દેખાતી વસ્તુ અને સમસ્યાઓથી છાપાંઓ ભર્યા પડ્યા છે. પણ માનવી માન સમ્માન, એનું સ્થાન સાવ તળિયે બેઠું છે. કારણ? નિરવ મોદી, વિજય માલ્યા જેવા ફ્રોડ, સાધુના વેશમાં સેતાન, છાપામાં આવતા નકારાત્મક સમાચારોને કારણે આજે દરેક વ્યક્તિ બીજા વ્યક્તિ પર વિશ્વાસ રાખતા અચકાય છે.

પણ, આપણે આપણા જીવનનું મંથન કરીએ તો? જીવનમાં એવું શું છે, જેના કારણે આપણે જીવન નિર્વાહ કરી શકીએ છીએ. આપણે પ્રગતિ કરીએ છીએ? 

શું એ બધાનું કારણ આપણું ભણતર, આપણું અનુભવ, આપણે કમાયેલા પૈસા છે? એ પણ કોને આપ્યા? મા બાપે ભણાવ્યા, શિક્ષકોએ શીખવાડ્યું, સગા સંબધીઓએ સાથે આપ્યું, એ બધા લોકો વ્યક્તિઓ છે. કોઈ સાધન સામગ્રી, નવી શોધો કરતા, વ્યક્તિઓથી આપણું ભવિષ્ય બને છે 

પણ અમુક ખરાબ લોકોને કારણે અને અમુક કડવા અનુભવોને કારણે આપણે બધા લોકો પરથી વિશ્વાસ ગુમાવી બેશીએ છીએ. 

પણ આ બધી નકારાત્મકતા વચ્ચે, ક્યાંક ખૂણે અને ખાંચરે, સારા લોકો બેઠા છે, જે સંવેદનશીલ છે અને બધું સમજે છે. આપણે એવા લોકોને પણ ખરાબ લોકો માની લઈએ છીએ અને વિશ્વાસ નથી રાખી શકતા. એ ખોટું નથી?

જો આપણે ભૂતકાળ યાદ કરીએ તો આવેલી મુશિબતો માંથી આપણા જ અથવા કોઈ બહારના વ્યક્તિએ આપણે મદદ કરી હશે. વ્યક્તિના સારા પાસ પણ ઘણાં છે. આપણે માત્ર સ્વબળે આગળ નથી વધ્યા.

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો