સદાબહાર રાગ ભૈરવી

જે લોકો ને ભારતીય શાસ્ત્રીય સંગીત વિશે કંઈ પણ ખબર નહિ હોય એ લોકો એ પણ રાગ ભૈરવી નું નામ તો જરૂરથી જ સંભાળ્યું હશે. કારણ કે ફિલ્મી સંગીતમાં સૌથી વધારે ગીતો આ રાગ પર જ હશે.

આ રાગ માં શાસ્ત્રીય રીતે 7 સુર આરોહ અને અવરોહ માં લાગે છે. પણ એમાં 12 સુરનો ઉપયોગ કરી શકાય છે. એ જ તો કમાલ છે. આ રાગ નાં ઘણાં બધાં ભાવ અને સ્વરૂપો છે. દરેક સંગીતકાર એને પોતાની શૈલીમાં પ્રસ્તુત કર્યું છે. આ રાગ કલાકારને પોતાની કલા માટે સૌથી વધારે તક અને સ્વતંત્રતા આપે છે. એ સંગીતકાર ઉપર છે કે એ શું કરી શકે છે.

"આંધી" 1975માં આવેલી ફિલ્મ. ગુલઝાર, RD, કિશોર, લતાની ટીમ હોય પછી તો પૂછવું જ શું.... મારા માનવા અને જાણવા પ્રમાણે (હું ખોટો પણ હોય શકું છું) એના ગીતો રાગ ભૈરવી પર આધારિત છે. બહુ મીઠી અને થોડી ગમગીન જેવી મિશ્ર રચના. RD ની કમાલ અને આવા સર્જન ને લતાએ બહુ સરસ ગાયું છે. શું કહેવું... શબ્દો એટલી ભાવનાઓ વ્યક્ત નથી કરી શકતા જેટલી સંગીત ભાવનાઓ વ્યક્ત કરી શકે છે. એટલે મને વાંચન કે લખવા કરતા સંગીત વધારે ગમે. કારણ કે એમાં વધારે ઊંડાઈ છે! જેમાં ડૂબી શકાય અને ખોવાઈ શકાય!

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો