F/4, દિપ-મંદિર એપાર્ટમેન્ટ
એક સાંજે હું ભુજમાં ઉમિયાજી ડાઇનિંગ હોલ, ભાનુશાલી નગરમાં જમવા ગયો. અને ભૂકંપ પહેલાંનું કંઇક યાદ આવી ગયું.
આ એ જ જગ્યા જ્યાં ભૂકંપ પહેલાં હું રહેતો..... દિપ-મંદિર એપાર્ટમેન્ટ, પહેલો માળ, 4 નંબર નો ફ્લેટ.1994 થી 26-Jan-2001 નો એ યાદગાર સમયગાળો, અને ઘરનો મહત્વ.
• 1994માં SSC બોર્ડની પરીક્ષા આપી. 65 ટકા આવ્યા.
• 1998માં ડિપ્લોમા ઇલેક્ટ્રીક પાસ કર્યું. 66 ટકા આવ્યા. મારા મિત્ર સાથે એક વખત વાત કરતા માલૂમ પડ્યો, કે એ રાતના 3 વાગે વાંચવાં ઉઠે છે. પછી મે પન થોડા દિવસ રાતના 3 વાગે ઉઠીને વાંચવાનું ચાલુ કર્યું. નિંદર આવતી એટલે ચા બનાવતો અને ટોસ ખાતો!
• 1997 માં LCC કમ્પ્યુટર કોર્સ કર્યો. એ મારા જીવનનો turning point. બીજા કમ્પ્યુટર નાં કોર્સ કર્યા.
• 1996, 97, 98 હાર્મોનિયમ શીખ્યો...
• 1998માં પ્રથમ ઇલેક્ટ્રીક ની નોકરી કરી જે થોડા મહિનામાં મૂકી દીધી.
• માર્ચ 1999 માં પ્રથમ કમ્પ્યુટર ની નોકરી.
• ત્યારે હું સાઇકલથી નોકરીમાં જતો. થોડા મહિના પછી લુના લીધી. અને હું બહુ ખુશ હતો. એ બ્લુ કલરની મારી પ્યારી લુનાં! મજા આવતી.
અચાનક ભૂકંપ આવ્યો...
• ઘર પડી ગયું.
• બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી, એ મારી લૂના અને અમુક સમાન દટાઈ ગયો....
થોડા વર્ષની મુશ્કેલી પછી જીવન ફરી પાટે ચડી ગયું... પણ એ મકાન અને એ સમયે મને ઘણું આપ્યું છે....