માણસ સફળ છે કે નિષ્ફળ?

 *** સરકારી નોકરી ***

ભારતમાં વસ્તી વધારે હોવાથી, શિક્ષણ પ્રત્યે જાગૃતિ ઓછી હોવાથી, ભ્રષ્ટાચાર, લાગવગ અને નોકરીની ઓછી તકો હોવાથી સરકારી નોકરી મળવી હવે લગભગ અશક્ય છે.

*** પોતાનો ધંધો ***

જો કુટુંબમાં કોઈને ધંધાનો અનુભવ ન હોય, આપણી પાસે મૂડી ન હોય, હિંમત અને આવડત ન હોય તો પોતાનો ધંધો કરવો અશક્ય છે.

*** પ્રાઇવેટ નોકરી, મોટાભાગના લોકો માટે એ જ ઓપ્શન ***

એટલે આ જ ઓપ્શન બચે છે. અને પ્રાઇવેટ નોકરી સરળ નથી  આપણે સૌ જાણીએ છીએ. security નથી, પગાર નથી, વધારે કામના કલાક, વધારે જવાબદારી વગેરે.....

આવી પરસ્થિતિમાં લોકો એના નોકરી કેવી છે, પગાર કેટલો છે એના આધારે જજ કરવું સાવ ખોટું છે.

• માણસ પાસે સારી નોકરી ન હોય અને ક્યારેક બેરોજગાર થઈ જાય, તો પણ એ સારો માણસ હોય સકે છે.
• એના પાસે ફોર વ્હીલર. ન હોય તો પણ એ સારો માણસ હોઈ શકે છે.
• એના પાસે પોતાનો ઘર ન હોય તો પણ એ સારો માણસ હોય સકે છે.

આવા માપદંડોથી માણસને મૂલવવાનો બંધ કરવું જોઈએ.

અને એનાથી ઉલટું....

• માણસ પાસે સારી નોકરી હોય, આવક હોય, ગાડી ને બંગલો હોય તો પણ એ ટોપાઈ અને નકામો હોય શકે છે.


માણસ ખરાબ છે કે સારો એને કેમ જજ કરશો? આવી રીતે? નાં.

માણસ સફળ છે કે નિષ્ફળ અને કેમ જજ કરશો? આવી રીતે? નાં.

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો