વાહ! આર.ડી.! ❤️

1973 માં આવેલી ફિલ્મ "અનામિકા". જેનું સંગીત આર .ડી.નું. મારા જન્મથી પણ પહેલાની ફિલ્મ... એના બધાં ગીતોં જોરદર છે. એ સંગીતના કારણે ગઈ કાલે YouTube પર ફિલ્મ પણ જોઈ. સરસ suspence વારી ફિલ્મ છે. સંજીવ કુમાર અને જયા બચ્ચનની નેચરલ એક્ટિંગ.....

પણ,મારે તો વાત કરવી છે, આર .ડી.ની! આમાં વેસ્ટર્ન અને કલાસિકલ બને પ્રકારના ગીતો છે.... ગીતો સાંભળીયે તો બસ સંભાળતા જ રહી જઈએ...

"આજ કી રાત" વેસ્ટર્ન મ્યુઝિક જેવું લાગે.... ખાસ કરીને એનો શરૂઆતમાં જે elect guitar નાં પીસ વાગે છે.... ઓહો! બસ એ મારા મનમાં જ જાણે છવાઈ ગયું....

એ શું જાદુ છે... એને હું ક્યાંક મારાથી કીબોર્ડ વગાડી ગોતવાની કોશિશ કરું છું.....!

ગીતો sterio માં રેકોર્ડ નથી થયેલા.... કદાચ ત્યારે એ facility નહિ હોય..... નહિતર ઓર મજા આવત.

આજે અતિ આધુનિક ટેકનોલોજી અને બધી જ સગવડ હોવા છતાં આવા ગીતો નથી બનતા... એનો મતલબ સાફ છે કે સર્જન નો આધાર ટેકનોલોજી નહિ પણ એ કલાકાર ઉપર હોય છે...

સર્જન ક્યાંક માણસના હાર્ટ માં થાય છે, એનાં કલાના પ્રેમ અને સમર્પણ થી...!

હું જ્યારે હાર્મોનિયમ શીખતો ત્યારે મારા સાહેબ કહેતા કે સૌથી સારું સંગીતનું સાધન એ વ્યક્તિનું ગળું... એમાંથી જે ગાયન અને સુર નીકળી સકે છે, એ કોઈ સાધનથી શક્ય નથી. આ ફિલ્મમાં "બાહો મેં ચલે આઓ" લતાનાં અવાજમાં સાંભળીયે તો મારા સાહેબે કીધેલી એ વાત બહુ સાચી લાગે છે... એ જે રીતે ગઈ સકે છે, એ રીતે હાર્મોનિયમ ન વાગી શકે.... આપણે નસીબદાર છૈયે કે આપણે આર. ડી., લતા, આશા, કિશોર, રફી જેવા કલાકારોને સંભાળવાનો મોકો મળ્યો.. એમના ગીતને ગાવાનો અને વગાડવાનો મોકો મળ્યો....

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો