કુદરતી તકલીફ vs માણસની તકલીફ

*** કુદરતી તકલીફ ***

ઢંડી લાગે તો જેકેટ, સ્વેટર, શાલ પહેરી લો

ગરમી હોય, તડકો લાગે તો ટોપી, ચશ્મા, ટી શર્ટ પહેરી લો

વરસાદ હોય તો રૈન કોટ પહેરી લો


પહાડ ચડવા માં થાક લાગે છે, કેદારનાથ ચાલીને  ઉતરતા 8 કલાક લાગ્યા. પણ વચ્ચે વચ્ચે થોડો વિશ્રામ લો, પાણી પીઓ, કુદરતી સૌંદર્ય માણો, ફોટો પાડો. નીચે આવીને આરામ કરો...


કુદરતી શારીરિક અને માનસિક તકલીફો થોડા દિવસના આરામ પછી જતી રહે છે.

*** માણસની તકલીફો ***

બીજાને આર્થિકરીતે લૂંટી લેવું

ખોટું બોલવું. નક્કી કરતી વખતે સારી સારી વાતો કરવી, પૈસા લઈને ફાઇનલ કર્યા પછી ફરી જવું.

જેના પર આપણે વિશ્વાસ કર્યું હોય, જેને આપણે મદદ કરી હોય એ જ માણસ આપણે લાત મારી દે છે.

આવી માણસની તકલીફોનું કોઈ સમાધાન નથી!! ભોગવે જ છૂટકો... અને એનું દુઃખ મનમાં રહી જાય છે. કુદરતી આફતોની જેમ થોડા દિવસોમાં છુટકારો નથી મળતો..... લાંબો ઘાવ કરી જાય છે, એ ઘાવ જલ્દી ભરાતો નથી.

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો