બસની બારી - ચાર ધામ યાત્રા
કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ નું નામ છે Windows..... મતલબ એક "બારી", જેનાથી તમે કમ્પ્યુટરની virtual દુનિયાને જોઈ શકો...
થોડા દિવસ માટે મે એ "બારી" ને બંધ કરી દીધી છે... અને એની જગ્યાએ બસની બારીમાંથી વાસ્તવિક દુનિયાને, જોઈ રહ્યો છું....
હા, સફર લાંબો છે, થાક છે, થોડી અગવડતા છે, ડ્રાઇવર રાતના રસ્તો પણ ભૂલી ગયો હતો, એટલે થોડો ફેરો પડ્યો છે.... એ જ તો છે, વાસ્તવિક દુનિયા....! તડકો, છાયો, ભૂખ, તરસ.... કમ્પ્યુટરની સ્ક્રીન માં તો આ કાઇંજ અનુભવ જ નથી થતું... એ પ્લાસ્ટિકના ફૂલ જેમ, દેખાય છે સારા અને મૂર્જતા પણ નથી..... પણ સામે એમાં સુગંધ પણ નથી.....!