વસંતપુરી
મારી સાથે ફોટોમાં છે વસંતપુરી. ritired છે અને મહાદેવ મંદિરની સેવા કરે છે. યાત્રા દરમ્યાન મેં એમને ક્યારે કોઈ સાથે ઊંચા અવાજ માં વાત કરતા નથી જોયું. એકદમ શાંત સ્વભાવના છે. 2 min એમને સાથે વાત કરી તો એમને એક સરસ વાત કરી, જેનાથી હું પ્રભાવિત થઈ ગયો.
"કોઈની "નિંદા" કરવી એના કરતા, ભગવાનની સેવા કરવી સારી"
વાહ! કેટલા ઊંચા વિચાર અને એવીજ એમની જીવનશૈલી છે!
સારા વિચાર અને કંઇક શીખવા માટે મેં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં થોડા પુસ્તકો વાંચ્યા.... પણ મારી આજુબાજુ માં રહેતા આવા લોકોથી હું બહુ પ્રભાવિત થાઉં છું....
ધન્ય છે આવા લોકો....