ઇમાનદાર માણસ
મોટા ભાગના લોકો માટે ચારધામ યાત્રા ઘોડા/ખચ્ચર વગર શક્ય નથી. યમુનોત્રી અને કેદારનાથની ઊંચાઈ વધારે હોવાથી, પગપાળા ચડવું અને ઉતરવું બહુ અઘરું છે.
એમના આટલા મહત્વ છતાં, ઘોડા/ખચ્ચરની નોંધ લેવાથી નથી.... આભારવિધિ માં ક્યાંય એમનો ઉલ્લેખ નથી થતો. અફસોસ!
આજની દુનિયામાં જે બોલે એના બોર વેચાય.... એટલે એમાં મૂંગા પ્રાણીને કોણ પૂછે? કોણ એના દુઃખ દર્દ સમજે?
આજે ઇમાનદાર માણસની હાલત પણ આ ઘોડા/ખચ્ચર જેવી નથી થઈ ગઈ? કોઈ માણસ પોતાના કામથી કામ રાખીને, ઈમાનદારીથી, નિષ્ઠાથી, કામ કર્યે જાય, જરૂર પડે તો બીજાને મદદ કરીએ જાય, છતાં, લોકો પોતાના હિત અને સ્વાર્થને કારણે આવા લોકોનો હેરાન કરે છે, આર્થિક રીતે લૂંટી કે છે, નિંદા કરે છે....
છેલ્લે ઘોડા/ખચ્ચરની જેમ એક ઇમાનદાર માણસ પણ થાકી, હારી ને દમ તોડી દે છે....