અડીખમ મણીફુઈ...

આજે મણીફુઈ ઘરે રોકાયા છે... એને કીધું કે એને 100 વર્ષ થઇ ગયા..! વાહ! આ સાંભળી ને કૈંક લખવાનું મન થયું......!

અમુક લોકો અડીખમ વૃક્ષ જેવા હોય છે....

એક બીજ માંથી ઘટાદાર વૃક્ષ બનવું એ બહુ લાંબી સફર છે.... પ્રથમ સૌથી મોટી પરીક્ષા બીજ ફૂટી ને, જમીન ચીરીને બારે નીકળવું.... નાનકડા કુમળા, બસ હાજી તાજા જન્મેલા એ છોડ ને ઘણી બધી વસ્તુથી બચી ને પોતાનું જીવન બચાવવાનું છે.... પાણી ન મળે, જનાવરો ખાઈ જાય વગેરે....

પછી એ વૃક્ષ, કુમાર અને યુવા થઇ છે... હજી પણ પાણી અને કોઈ જાનવર ખાઈ ન જાય કે તોફાની છોકરાઓ ઉખેડી ન નાખે, એ પ્રશ્ન તો ઉભા જ છે....

ને હવે આવે છે વાવાજોડું! જેમ વિડિઓ ગેઇમ  માં અમુક પડાવ પાર કાર્ય પછી જેમ છેલ્લે stage પાર કરતા પેલા boss આવે એમ! 

તુફાન!! એ વૃક્ષની સાચી પરીક્ષા! એનાથી ભાગીને બચવાનો કોઈ ઉપાય નથી! એક જ ઉપાય છે! બસ! એનો સામનો કરવાનો.....

ઘણા વૃક્ષો ધરાશાયી થઇ જાય છે.... રાત્રે કોઈ તુફાન આવ્યો હોય અને આપણે સવારે રસ્તા પણ નીકળીએ ત્યારે આપણે રસ્તા પર ઘણા વૃક્ષો ધરાશાયી પડ્યા હોય છે...

પણ અમુક વૃક્ષો આ તુફાનનો સામનો કરીને અડીખમ ઉભા હોય છે... જરૂર એના મૂળિયાં બહુ મજબૂત હશે... આવી મુશ્કેલીઓનો સામનો કરવાનો અનુભવ અને ટેવ હશે... હિમ્મત હશે... આશા હશે... ઉમીદ હશે... ઉત્સાહ હશે... જીવવાની.... ઝઝૂમવાની.....!

લોકો નો જીવન પણ એક વૃક્ષ જેવું નથી?!

જન્મથી વૃદ્ધાવસ્થાની લાંબી સફર માં કેટલા બધા પડાવ આવે છે..! દરેક ક્ષણે લડવાનું છે... સંઘર્ષ કરવાનું છે... પોતાને બચાવવાનું છે....

ક્યારેક ક્યારેક વાવાજોડા જેવી મોટી મુશીબતોનો સામનો કરવો પડે છે... જેમ કે ધરતીકંપ, કોરોના વાયરસ અને વ્યક્તિગત કે કૌટુંમ્બિક મુસીબત.....

ઘણા લોકો અમુક વૃક્ષની જેમ ધરાશાયી થઇ જાય છે...

પણ, અમુક લોકો મુસીબતોમાંથી પસાર થઇ ને "અડીખમ" ઉભા હોય છે...

આવા લોકો ને નમન...! મણીફુઈ ને નમન.... ! આવા ઘણા લોકો છે, આપણા કુટુંબ માં, શું તમને દેખાય છે?

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો