ઈર્ષ્યા

રાધા કૃષ્ણ સિરિયલ ની કથામાં ઘણુંય જ્ઞાન સમાયલું છે..... વાર્તા/ કથાથી જો આપણે એને સમજી શકીએ તો.... કથા પાછળનો બોધ સમજી શકીયે તો.  

એક અસુર મહાદેવની તપસ્યા કરીને વર માંગે. છે. પહેલા પોતે અમર થવાનો વર માંગે છે. પણ અમર થવાનો વર કોઈ ભગવાન કોઈને ન આપી સકે. એટલે ભગવાન એને બીજુ વર માંગવાનું કહે છે. અસુર બીજો વર જો પોતે અમર ન થઈ સકે તો બીજાને મારી નાખવાની શક્તિ માંગે છે.... એ કોઈના પણ માથા પર હાથ મૂકે તો એ મરી જાય! મહાદેવ તથાસ્તુ કહીને એ વર આપી એ છે.... બસ! પછી તો એ અસુર એ વરનો દુરુપયોગ કરીને ઘણા દેવતા ઓને મારી નાખે છે.... આ કથા આપણે સૌને ખબર છે.... 

આજના અવિશ્વાસ નાં જમાનામાં, સ્વાર્થના સમયમાં, સ્પર્ધાત્મક સમય માં આ કથા બહુ સમજવા જેવી છે.  

 પ્રમાણિકતાથી, જાત મહેનત કરી ને કોઈ સિદ્ધિ અને સફળતા હાસિલ કરવી (દેવતા બનવું) અગરું છે..... બધા એ કરી નથી શકતા.... એટલે જે લોકો સફળ છે, જાત મહેનતથી આગળ આવ્યા છે, એને નુકશાન કરવાનું, હેરાન કરવાનું વિચારે છે. 

જો આજે દરેક પાસે આ ભસ્મ કરવાનું વર હોય તો, બધા એક બીજાને મારી નાખે! દુનિયામાં કોઈ ન બચે!! 

હકીકતમાં એમ નથી કરી શકતા એટલે, મનથી યુદ્ધ લડતા હોય છે, બીજાને મારવાનું! પોતે રશિયા બની જાય છે, અને બીજાને યુક્રેન સમજીને ધ્વસ્ત કરી દે છે! 

આ બહુ ખરાબ માનસિકતા છે.  

એક શબ્દમાં આ ભાવનાને કહીએ તો એ "ઈર્ષ્યા" 

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો