ત્રણ એક્કા
ફળિયા વારા ઘરે, શ્રાવણ મહિનામાં ઘરના વડીલો ક્યારેક તીન પત્તી, સાચી/પૈસાની રમત રમતા.... હું ત્યારે નાનો હતો એટલે મને એમાં ઉત્સુકતા હતી.... કંઇક નવું. બધા ભેગા થાય, રમે એમને જોવાની મજા આવતી.... વડીલો મને રમવા માટે પૈસા આપે અને હું પણ સામેલ થઈ જતો....😀
એક વખત મને ત્રણ એકા આવ્યા! 😃 વાહ! હું જોશમાં આવી ગયો... મેં બાજુમાં જે બેઠો હતો એને કીધું... એને બધાને કીધું..... આખો પડ મને મળ્યો..... અને બધાએ મને 10/10 રૂપિયા અલગથી આપ્યા... વાહ.... મજા આવી ગઈ... 😃
પણ પછી... ઘણા સમય પછી આ વાત ઘર કરી ગઈ.... પોતાના જ વડીલોને હરાવીને પૈસા જીતવામાં મજા નથી.... એલોકો જ મને રમવા મટે પૈસા આપ્યા... ને એમને જ હરાવાનું??? ના.....
આ વાતથી મન દુઃખી થઈ ગયું.... તીન પત્તી થી મન ઉઠી ગયું.... એ દિવસથી પછી ક્યારે તીન પતી રમ્યો નથી.... પોતાનાજ લોકોને હરાવી એમના પૈસા જીતવાનો શું મતલબ?