અનંત મારાજ...
આઇયા નગર બહુ મોટો અને સરસ મંદિર છે... ઓમકારેશ્વર મહાદેવ મંદિર...
એમાં એક બહુ સરસ પૂજારી હતા... મોટી ઉંમર લગભગ 70થી વધારે....
બધાને.... જય શ્રીકૃષ્ણ કહે..... સદાય હસતો ચહેરો.... મંદિરમાં ભજન વાગતા હોય, એ પણ ગાય.... ઊર્જાથી ભરપૂર... મંદિરમાં કામ કરતા જાય.... હસતા જાય... ભજન ગાતાં જાય...
એને જોવાની મજા આવે... એને જય શ્રીકૃષ્ણ કહેવાનું મન થાય...
નવા વર્ષે હું એને પગે લાગુ.... એને પગે લાગવાની મજા આવતી.... એટલો આદરભાવ હતો...
મંદિરમાં બ્લેક બોર્ડ પર દરરોજ સવારે શું વિચારો લખે..... હું વાંચું.... ક્યારે બહુ ગમી જાય તો ફોટો પાડુ.....
યાદ રહી જાય એવો વ્યક્તિ..... થોડા વર્ષો પહેલા એમનો અવસાન થઈ ગયુ... દુનિયામાંથી જતા રહ્યા....
મન માં રહી ગયા....