જય હરિ.....
પેરિસ બેકરી વારા જૂના ઘરે મારું નાનપણ વીત્યું છે... ફરિયમાં ઘણો રમ્યો છું.....
ત્યાં એક દાદાજી રસ્તા પરથી પસાર થતા અને દરેક બાળકોને જય હરિ કહેતા જાય....
એકદમ હસમુખો ચહેરો... એને જોઈને.... જય હરિ કહેતા સાંભળીને આપણે જય હરિ કહેવાનું મન થઇ જાય....
એને રસ્તે સામેથી આવતા જોઈ હું એને ભેટી પાડુ.... અને કહું.... "જયારી" ત્યરે ખબર નહતી કે એ જય હરિ બોલે છે! હું તો "જ્યારી" જ કેતો....
પછી યાદ નથી એ દાદાજી ક્યાં ગયા....
શું નામ હતું એનો... ખબર નથી.... ક્યાં રહેતા.... ખબર નથી....
પણ એનો પ્રેમભાવ બહું જોરદર હતો... આજે પણ હું મહેસૂસ કરી શકું છું....
એમનો હસમુખો ચહેરો.....