ચબુતરો......

આ ગુજરાતીનો શબ્દ મને બહુ પ્રિય છે.... આ માત્ર શબ્દ નથી, એક વિચાર, એક ભાવના, એક સેવા, પર્માંથ છે....

એટલે જ મને આપણો હિન્દુ ધર્મ ગમે છે....

सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया,
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुख भागभवेत।
ऊँ शान्तिः शान्तिः शान्तिः

अर्थ - "सभी सुखी होवें, सभी रोगमुक्त रहें, सभी मंगलमय घटनाओं के साक्षी बनें और किसी को भी दुःख का भागी न बनना पड़े।"

ગાય અને કૂતરું પાલતુ પ્રાણી છે... આપણી શેરી માં હરે ફરે છે.... આપણે એને ખાવાનું આપીએ.... કારણ કે આપણા ઘર પાસે આવીને ઉભે.... એને એક એમાં છૂપી માંગણી અને વિનતી હોય છે..... આપણો હૃદય લાગણીથી છલકાઈ જાય અને આપણે એને ખાવાનું આપીએ.... બદલામાં ગાય આપણે દૂધ આપે, જે એક મોટો બિઝનેસ છે... આપણા રોજ બરોજ ની જરૂરિયાત છે...

પણ કબૂતર...! એ ક્યારે આપણા ઘરે આવતા નથી... આકાશ માં ઉડતા રહે.... એ માંશ ભક્ષી પક્ષી નથી.... એ નિર્દોષ પક્ષી છે....! એને જોઈને મજા આવે.... એને ચણ ચણતા જોઈને મજા આવે... એક શાંતિ નો અનુભવ થાય....

કોઈ પણ જાતની અપેક્ષા વગર, unconditional love માં કારણે મનુષ્યે એના માટે "ચબુતરો" બનાવ્યો છે..... જ્યાં એ રહી શકે... વરસાદ, તડકા, કે ઠંડીથી બચી શકે, પોતાના બચાને ઉછેરી શકે...

ભુજથી ગાંધીધામ રસ્તામાં દરેક ગામમાં રસ્તા પર મંદિર દેખાય, અને મોટાભાગે મંદિર હોય ત્યાં હોય એક ચબુતરો.... હું એ જોઉં અને જોઉં કે એ ચાબુત્રાને પક્ષીએ ઘર બનાવ્યો છે કે નહિ. કદાચ કોઈ બાંધકામ પસંદ ન પડેતો, એ અવાવરૂ થઈ જાય.

હમણાં એક મંદિર ની બાજુમાં એક જૂનો ચબુતરો તૂટવા જેવો થઈ ગયો તો.... પક્ષી ઘણા હતા અને એ નાનો પડતો હતો, એટલે કોઈ સજ્જન, દાતા એ, એની બાજુમાં મોટો, જેમાં વધારે પક્ષી રહી શકે, એવો બનાવ્યો....

ચબુતરો ને જોઈને, એક સરસ મનમાં ગર્વ અનુભવ થાય મનુષ્યના આ કર્મ, આ ભાવના વિશે..... વાહ! 

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો